Gujarat

રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતીને શ્રી જલધિરાજ જાનીએ સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું.

રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતીને શ્રી જલધિરાજ જાનીએ સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું.

તાજેતરમાં દેહરાદૂન ખાતે ઇન્ડિયન મીલીટરી એકેડેમી (IMA) એટેચમેન્ટ કેમ્પમાં મૂળ દેવલી અને હાલ સુરતના શ્રી જલધિરાજ કિશોરકુમાર જાનીએ સમગ્ર ગુજરાત ડાયરેક્ટ્રેટના કેમ્પ સિનિયર તરીકે અસાધારણ પર્ફોર્મન્સ દાખવી રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી ડ્રિલ કોમ્પિટિશન તેમજ પાઇલોટિંગ કોમ્પિટિશનમાં આખા દેશમાં પ્રથમ સ્થાને રહી બંનેમાં ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે. રાષ્ટ્રભક્તિ માટેની પ્રતિબધ્ધતાને અતિ મજબૂત કરતા IMA એટેચમેન્ટ કેમ્પમાં ભારત ભરમાંથી 17 NCC ડાયરેક્ટ્રેટના પસંદગી પામેલા ચુનંદા 250 કેડેટસ્ વચ્ચેની ખૂબ જ ટફ કોમ્પિટિશનમાં રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતીને દેવલી, સુરત અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરવા બદલ સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી કિશોરકુમાર નર્મદાશંકર જાનીના પુત્ર જલધિરાજને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. એક રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.

IMG-20250117-WA0056.jpg