અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ’ સફળ થયા બાદ હવે ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ‘પુષ્પા ટૂ’ના અંતમાં જ હજુ ત્રીજાે ભાગ આવશે તેવી હિન્ટ આપી દેવામાં આવી છે. ફિલ્મના કમ્પોઝર દેવી શ્રી પ્રસાદે અપડેટ આપ્યું છે કે,’ પુષ્પા ટૂ’નો જબરજસ્ત ક્રેઝ જાેઇને દિગ્દર્શક સુકુમારે સમય ગુમાવ્યા વિના જ કામ શરૂ કરી દીધું છે.
તેમનું સંપૂર્ણ ફોકસ ફિલ્મના દરેક દ્રશ્ય પર છે. આ વખતે પુષ્પા ૩માં ઘણી નવી ચીજાે ઉમેરવામાં આવશે. તેમની પાસે ઘણા આઇડિયાઝ છે જેને જાેડવાથી એક વધુ ઉત્તમ વાર્તા બનશે. થોડા સમય પહેલાં એવા અહેવાલો હતા કે કદાચ ત્રીજાે ભાગ વિલંબમાં મૂકાશે.
અલ્લુ અર્જુન પાસે હાલ બીજા ઘણા પ્રોજેક્ટ છે અને તે કદાચ પહેલાં એ બધી નવી ફિલ્મો પર ફોક્સ કરશે. અલ્લુ અર્જુને તેનો લૂક પણ બદલી નાખ્યો છે.