Gujarat

રૂપિયા 5.02 લાખની કિંમતના 27 મોબાઇલ ફોન મૂળ માલિક પાસે પહોંચ્યા

મોરબી એ ડિવિઝન વિસ્તારમાંથી લોકોના 27 જેટલા મોબાઈલ ગુમ થઈ ગયા હતા. આથી આ મોબાઈલને શોધીને મૂળ માલિકને પરત આપવા જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીની સૂચના આધારે તેરા તુજકો અર્પણ હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાએ માર્ગદર્શન આપતા એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા સહિતની એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ગુમ થયેલા મોબાઈલ શોધવાના કામે લાગી હતી.

જેમાં એ ડિવિઝન પોલીસની ટીમે સી.ઇ.આઈ.આર પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી ટેક્નિકલ વર્ક આઉટથી 5.02 લાખના કિંમતી 27 ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ મૂળ માલિકને પરત કર્યા હતા.