Gujarat

ખેલ મહાકુંભ ૩.૦માં રાજકોટ શહેરકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ

રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય આગવું સ્થાન ધરાવે તે માટે રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટ ખાતે વિવિધ રમત ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેર કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ હતી.

આ ખેલ મહાકુંભમાં સેન્ટ પોલ, એસ.એન.કે., સેન્ટ ઝેવિયર, આર.કે.સી., સેન્ટ મેરી, કે.વી.કે.વી., નિર્મલા સહિતની સ્કુલના ૧૪ તથા ૧૭ વર્ષની વય જૂથના ભાઈઓ અને બહેનો વિજેતા બન્યા હતા.

આ સ્પર્ધામાં ઓપન સ્પર્ધામાં ભાઈઓની હુપર્સ, માયનસ, બેક બેન્ચર્સ, વરીયર્સ અને બહેનોની શોકર્સ, બ્યુટી બોલર્સ, જુનિયર બોલર્સ, ટી.એસ.એલ. સહિતની ટીમ વિજેતા બની હતી.