સ્વચ્છતાના સંદેશાત્મક ભીંતચિત્રોથી સુશોભિત બનતું જસદણ શહેર
રાજકોટ જિલ્લાના જસદણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા જસદણ નગરપાલિકા અવિરત પ્રયાસો કરી રહી છે.

ત્યારે ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખના માર્ગદર્શનમાં જાહેર દીવાલો ઉપર સ્વચ્છતા અંગે સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે.

જેમાં ‘સ્વચ્છતા હી સેવા’, ‘ઉકરડા ઉઠાવીએ’, જસદણને ચોખ્ખું બનાવીએ’, ‘Say No Plastic’ જેવા સૂત્રો તેમજ ચિત્રોના માધ્યમથી કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા જાળવવાની સમજ આપવામાં આવી છે.

આમ, જસદણ શહેર સ્વચ્છતાના સંદેશાત્મક ભીંતચિત્રોથી સુશોભિત બની રહ્યું છે.

