International

અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. તે પહેલા ઓવલ ઓફિસ પહોંચ્યા અને અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી. ત્યારબાદ બાઈડેન સરકારના ઘણાં ર્નિણયો ઉલટાવી દેવામાં આવ્યા અને ઘણાં નવા ર્નિણયોને મંજૂરી આપવામાં આવી. પરંતુ હવે અહેવાલ છે કે ટ્રમ્પે બ્રિક્સ ને પડકાર ફેંક્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને પડકાર ફેંકતા કહ્યું કે, ‘જાે બ્રિક્સ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પરિણામો ભોગવવા પડશે અને તમે ખુશ નહીં રહો શકો. આ દેશોએ અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો છે.’ ભારત પણ બ્રિક્સમાં સામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ડિસેમ્બરમાં બ્રિક્સ દેશોને ધમકી આપી હતી કે જાે બ્રિક્સ દેશોએ યુએસ ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કર્યો તો તેઓ તેમના પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે. તેમનો ખતરો બ્રિક્સ જાેડાણમાં સમાવિષ્ટ દેશો માટે છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

બીજી તરફ તુર્કી, અઝરબૈજાન અને મલેશિયાએ બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી છે. આ ઉપરાંત, ઘણાં અન્ય દેશોએ પણ તેમાં જાેડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જાેકે, અમેરિકી ડોલર હજુ પણ વૈશ્વિક વેપારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે અને ભૂતકાળમાં પડકારો હોવા છતાં તે તેની સર્વોપરિતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બ્રિક્સના સભ્યો અને અન્ય વિકાસશીલ દેશોનું કહેવું છે કે, વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં અમેરિકાના વર્ચસ્વથી કંટાળી ગયા છે. બ્રિક્સ દેશો યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક ર્નિભરતા ઘટાડીને તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે.