National

મધ્યપ્રદેશમાં કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત; ૧૭ શહેરોમાં દારુબંધી લાગુ કરવામાં આવશે

ગુજરાત અને બિહાર બાદ હવે મધ્ય પ્રદેશ પણ દારૂબંધી લાગુ કરનાર ત્રીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવતા કહ્યું હતું કે, ધીમે ધીમે રાજ્યોએ દારૂબંધી તરફ આગળ વધવું જાેઈએ, તેથી સરકારે પ્રથમ તબક્કામાં ૧૭ ધાર્મિક શહેરોમાં દારૂની દુકાનો કાયમી ધોરણે બંધ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે આગામી તબક્કાઓ માટેની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ સંકેત આપ્યો હતો કે આગામી થોડા વર્ષોમાં મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ પ્રતિબંધ હોઈ શકે છે.

મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે રાજ્યના ૧૭ ધાર્મિક શહેરોમાં દારૂબંધીની જાહેરાત કરી છે. મહેશ્વરમાં ચાલી રહેલી કેબિનેટમાં દારૂબંધીના ર્નિણયને મંજૂરી આપવામાં આવી છે. આ પછી ઉજ્જૈન, જબલપુર, મંદસૌર સહિત ૧૭ શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પહેલા કેબિનેટની બેઠક પહેલા ડૉ.મોહન યાદવની કેબિનેટના સભ્યોએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની ગાદીની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નર્મદાના ઘાટ પર પહોંચીને પ્રાર્થના કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં દારૂબંધીને મંજૂરી મળવા જઈ રહી છે.

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કેબિનેટ બેઠકમાં હાજરી આપતા પહેલા જ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ ર્નિણય દારૂબંધી અંગે લેવામાં આવશે.

મોહન યાદવ સરકારે મધ્યપ્રદેશના ૧૭ શહેરોમાં દારૂ પર પ્રતિબંધ લગાવવાનો ર્નિણય કર્યો છે. આ શહેરોમાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, મૈહર, ખજુરાહો, મહેશ્વર, ઓરછા, સાંચી, નલખેડા, સલકનપુર, જબલપુર, મંદસૌર વગેરે જિલ્લાઓના નામ સામેલ છે.

લોકમાતા રાણી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને મંત્રી પરિષદની કેબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં હાજરી આપતા પહેલા, મંત્રી પરિષદના સભ્યોએ રાજગાદીના દર્શન કરી દુર્ગમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મંત્રી પરિષદના સભ્યોએ તેમનો ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. ત્યારબાદ નર્મદા કિનારે નર્મદા માતાના દર્શન અને પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી પરિષદના સભ્યોએ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. આ સુંદર ક્ષણને કેમેરામાં પણ કેદ કરવામાં આવી હતી. મંત્રી પરિષદના તમામ સભ્યોએ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યું છે.