શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા આજરોજ આ શાળામાં ૨૫ જાન્યુઆરી મતદાતા જાગૃતિ દિવસ નિમિતે શાળા નંબર બે કન્યાશાળામાં વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું અને આપણા બંધારણ અમલમાં આવ્યું એને ૭૫ વર્ષ પૂર્ણ થયા એ નિમિતે વાલી ગણ, વિદ્યાર્થિનીઓ,શિક્ષકશ્રીઓ તેમજ આચાર્યા ભારતીબેન દ્વારા શપથ ગ્રહણ કરવામા આવ્યા બેન શ્રી દ્વારા આપણા “આમુખ” નુ વાંચન કરવામાં આવ્યું હતું,
બાલવાટિકા થી ધોરણ ૮ ની બળાઓએ દેશભક્તિ ગીતો પર પોતાના જોરદાર પર્ફોર્મસ આપ્યાં હતાં, મતદાતા જાગૃતિ, બેટી બચાઓ બેટી પઢાઓ વિષયે નાટકો ભજવ્યાં હતાં . વાલીગણ અને એસ એમ સી સભ્યોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. દરેક ભાગ લેનાર દિકરીઓને પેન અને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા
બિપીન પાંધી સાવરકુંડલા

