Gujarat

સાવરકુંડલા તાલુકાના દાધિયા  ગામના ખેડૂતનો જુનાગઢ સન્માન સમારોહ

જૂનાગઢ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ મિટિંગ “ફાર્મર-ઇન્ડસ્ટ્રીઝ-એનજીઓ ઇન્ટરેકશન મીટ” હતી જેમાં સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામનાં પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ કનુભાઈ ભાલાળા કે જે ભીંડો, ટામેટા, તરબૂચ, મરચી, કેળ, ટેટી, હાઈ ટેક્નોલોજી દ્વારા ડુંગળીની ખેતી કરે છે, સાથે સાથે ખેતીની અંદર ડ્રિપ, મલચિંગ, ગ્રો-કવર, આંતરપાક,મિક્સ પાક પદ્ધતિ,પાકનું મૂલ્યવર્ધન અને નવીનતમ ટેક્નોલોજી અપનાવવા બદલ શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ટીમ દ્વારા સમયાંતરે માર્ગદશન અને સહયોગ આપવામાં આવે છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા