શ્રી કે.કે હાઇસ્કુલ સાવરકુંડલાના યજમાન પદે તા.૬-૧-૨૫ના રોજ સાવરકુંડલા તાલુકા ખેલ મહાકુંભની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન થયેલ.જેમાં દોડ,કૂદ અને ફેંકની સ્પર્ધામાં વિદ્યાર્થી ભાઈઓએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરેલ છે.
અંડર-૧૪ ગોળાફેક સ્પર્ધામાં જેઠવા કૌશલ પ્રથમ, અંડર-૧૭ માં ૧૦૦ અને ૨૦૦ મી.દોડમાં ગોહિલ હેમાંગ પ્રથમ, ૧૦૦મી દોડમાં ચોટલિયા હર્ષિલ દ્વિતીય, ચક્રફેંકમાં ગોંડલિયા પ્રિન્સ પ્રથમ,બરછીફેંકમાં ધાખડા તરુણ દ્વિતીય અને ઉંચીકૂદમાં વાઘાણી શંભુ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.સર્વે વિદ્યાર્થીઓને માર્ગદર્શન હેતલબેન કાચા અને રીનાબેન નાગરે પૂરું પાડ્યું હતું.પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયા તથા નૂતન કેળવણી મંડળના મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા અને પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી/કામદારે ખૂબ ખૂબ અભિનંદન સાથે જિલ્લામાં પણ નંબર મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

