Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલી કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક કન્યા શાળા પે સેન્ટર શાળા નંબર બે માં લાયન્સ ક્લબ અમરેલી જિલ્લા આયોજિત લાયન્સ ક્વેસ્ટ કાર્યક્રમ વાલીઓ, વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં યોજાયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
લાયન્સ કલબ અમરેલી જિલ્લા આયોજિત લાયન્સ ક્વેસ્ટ તાલીમાર્થી શ્રી ભારતીબેન બી રાઠોડ અને અરૂણાબેન ગામેતી  તેમજ સમગ્ર શાળા નંબર ૨ કન્યા શાળાની ગુરુજી ઓની ટીમ તેમજ લાયન્સ કવેસ્ટ દ્વારા આયોજિત લાયન્સ કવેસ્ટ વાલી મીટીંગ તેમજ કાનૂની શિબીરનું આજરોજ સાવરકુંડલા તાલુકાની શ્રી બ્રાંચ શાળા નંબર ૨ માં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા માં કોવિડ એસ.ઓ.પી.નાં પાલન સાથે વાલી સંમેલન યોજવામાં આવ્યું , દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કાર્યક્ર્મની શુભ શરૂઆત કરવામાં આવી, ત્યાર બાદ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શ્રી ભારતી બેન રાઠોડ દ્વારા દરેક બાળક કે જે આપણા દેશનું સુવર્ણ ભવિષ્ય છે, તેનામાં જ્ઞાનરુપી રોકાણ કરી આગળ વધવા મદદ રૂપ થાય માતા પિતા કદાપી  દિકરી અને દીકરા વચ્ચે ભેદ ન કરે, બાળકોને એકબીજા વચ્ચે મૂલવે નહિ, દરેક બાળક પાસે તેનું પોતાનું હુન્નર હોય છે તે સમજાવવા, તેઓ ને “એકમિનીટ”, “તમારો ફૂગ્ગો બચાવો” જેવી રમત રમાડી , અને વાલીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. તેમજ એક ૮ પ્રશ્નોની પ્રશ્નાવલી ત્યાર કરી દેવામાં આવી હતી તે વાલીઓને ટિક કરવાં આપેલી જેનાં પરથી વાલીઓ અને તેમના બાળકોવચ્ચેનું જોડાણ કેવું છે તે , જાણકારી મળી, ત્યાર બાદ શ્રી નગ્માબેન દલ શ્રીનજમાંબેન જાખરા, શ્રી મયુરભાઈ, શ્રી પાંધીસર દ્વારા બાળાઓઅને વાલીગણને કાનૂની સમજ આપવામાં આવી, સ્ત્રીઓનાં કાયદા અનુસાર કોઈ પણ પ્રકારની મુંજવણ રાખ્યા વગર આપની સમસ્યા દૂર થઈ શકે છે તે જણાવ્યું, ધોરણ એક થી ત્રણ સુધીની બાળાઓને પાટી અને પેન આપવામાં આવેલ હતાં. એકંદર લાયન્સ કવેસ્ટ મતલબ ક્વોલિટી, અન્ડરસ્ટેનડીંગ, એકસેલેન્સ, સક્સેસ એન્ડ ટ્રેનિંગ , મય આ મીટીંગ રહી હતી. જે બાળકોને વાલીગણ જવાબ આપે તો તેમને ચોકલેટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યાં હતાં ભારતીબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળા નંબર ૨ ની સમગ્ર શીક્ષક અને બાળકોની ટીમવર્કથી કાર્યક્રમ દીપાવ્યો હતો. પીપીટી પ્રેઝન્ટેશન ભારતીબેન, રમત રમાડવી અરૂણાબેન, હંસાબેન સંચાલન હર્ષાબેન, સાંસ્કૃતિક કાર્યક્રમ , ઇકોકલબ  રેખાબેન, દિવ્યાબેન, મૈત્રી બેન, પ્રજ્ઞાબેન,ચા, પાણી, રજી્ટ્રેશન રમેશભાઈ સંદીપભાઈ વગેરેએ ખૂબ જવાબદારીપૂર્વક ફરજ બજાવી હતી. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20211207-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *