National

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર જનપથ ખાતે હેન્ડલૂમ કોન્ક્‌લેવ – મંથનનું ઉદ્‌ઘાટન કર્યું

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે હેન્ડલૂમ વીવર્સ ઇ-પહેચાન પોર્ટલ અને હેન્ડલૂમ એવોર્ડ્‌સ માટે ઓનલાઇન મોડ્યુલ લોન્ચ કર્યું

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે તે વાત પર ભાર મૂક્યો હતો કે, ઉભરતા ઈ-કોમર્સ બજારને લક્ષ્ય બનાવવા માટે હાથશાળ ઉત્પાદનની ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રકૃતિ, કુદરતી રંગકામના ફાયદા, જૈવિક ફાઈબરના લાભ અને હાથશાળ ઉત્પાદનોની વિશિષ્ટ ડિઝાઇન અંગે વ્યાપક જાગૃતિ લાવવાની ઘણી જ આવશ્યકતા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ઈ-કોમર્સ બજાર ૩૨૫ અબજ ડોલરનું બજાર બનશે તેવી અપેક્ષા છે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ સંગઠિત/કોર્પોરેટ ક્ષેત્રના કાપડ ઉદ્યોગને પણ વિનંતી કરી હતી કે તેઓ હાથશાળ વણકરોને સામાજિક સુરક્ષા અને વાજબી મહેનતાણું સુનિશ્ચિત કરીને સ્થાયી આજીવિકા પૂરી પાડવા માટે એક મોડેલ વિકસાવે. કાપડ મંત્રાલય દ્વારા કોર્પોરેટ/ઉત્પાદક કંપનીઓ/સ્ટાર્ટ-અપ્સ માટે એક એવોર્ડ શરૂ કરવામાં આવશે, જે હાથશાળ ઉદ્યોગ માટે આ પ્રકારનું મોડેલ બનાવશે અને ઓછામાં ઓછા ૩૦૦ દિવસ/વર્ષ માટે હાથશાળ વણકરોને કાયમી રોજગાર પૂરો પાડશે.

કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્ય મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટાએ કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું કે, હાથશાળ ઉત્પાદનો આપણા દેશના સાંસ્કૃતિક વારસાનો જીવંત પુરાવો છે. તેમણે હાથશાળ ઉદ્યોગને એક જીવંત ક્ષેત્ર તરીકે પુનર્જીવિત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જે યુવા પેઢીને આકર્ષવા માટે વાજબી કમાણી પૂરી પાડે છે.

આ કાર્યક્રમને સંબોધતા સચિવ, ટેક્સટાઇલે ભાર મૂક્યો કે ‘કોનક્લેવ-મંથન’ એક ‘ચિંતન શિબિર’ છે, જે હાથવણાટમાંથી યુવાનોના પલાયન અને વંચિત રહેવા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે હિતધારકોની સાથે “સંવાદ” સ્થાપિત કરવા માટે મંત્રાલયનો એક પ્રયાસ છે. તેમણે આધુનિક શિક્ષણ અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સુમેળ સાધવા પર પણ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓઃ

• કોનક્લેવમાં ૦૩ ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યાઃ

૧. હાથવણાટ ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમ માટે સમર્થન.

૨. હાથવણાટ માર્કેટિંગના રસ્તાઓ અને વ્યૂહરચનાઓ.

૩. યુવા વણકરો માટે હાથવણાટ ક્ષેત્રનું મોડેલિંગઃ અભિગમ અને વ્યૂહરચના. ટેકનિકલ સત્રોની મુખ્ય ઉપલબ્ધિઓ આ પ્રમાણે છેઃ

૧. વિશેષ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું.

૨. મહત્વપૂર્ણ મૂલ્ય પ્રસ્તાવના રૂપમાં આકર્ષક પેકેજિંગ.

૩. યુવાનોને આકર્ષવા માટે હાથશાળ ક્ષેત્રમાં રોજગારની તકોને પ્રોત્સાહન આપવું.

૪. તાલીમ પાઠ્‌યક્રમો માટેનો અભ્યાસક્રમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે તેમાં સોફ્ટ સ્કિલ, આઇટી જ્ઞાન અને પ્રસ્તુતિ કૌશલ્યનો સમાવેશ થાય.

૫. ગ્રાહકો ઉત્પાદન ખરીદવા પાછળની વાતો, ગ્રાહકોને આકર્ષવા માટે ઉત્પાદન બનાવવા પાછળની વાતો પ્રકાશિત કરી શકાય.
૬. ઔપચારિક શિક્ષણના ભાગ રૂપે હાથશાળ વણાટનો સમાવેશ કરવો.