ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની વધુ એક મોઠી સિદ્ધિ; અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક થી ૫.૫ કલાકની સ્પેસવોક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સુનિતા વિલિયમ્સની નવમી અને વિલ્મોરની પાંચમી સ્પેસ વોક હતી. આ સ્પેસ વોક સાથે જ સુનિતાએ હવે કુલ ૬૨ કલાક અને ૬ મિનિટની સ્પેસ વોકનો રેકોર્ડ નોંધાવ્યો છે.
નાસા ટીમમાંથી સૌથી વધુ અવકાશ યાત્રા કરનારા લોકોની યાદીમાં વિલિયમ્સ ચોથા ક્રમે છે. આ સ્પેસ વોકનું કારણ અમુક ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનું હતું જેમાં સ્ટેશનના ટ્રસમાંથી રેડિયો ફ્રીક્વન્સી ગ્રુપ એન્ટેના એસેમ્બલીને દૂર કરવા અને વિશ્લેષણ માટે ડેસ્ટિની લેબ અને ક્વેસ્ટ એરલોકની સપાટી પરથી નમૂનાઓ મેળવવાનો હતો.
જ્યારે કોઈ અવકાશયાત્રી પોતાના અવકાશયાનમાંથી બહાર નીકળે છે, ત્યારે તેને અવકાશયાત્રા એટલે કે સ્પેસ વોક કહેવામાં આવે છે. અવકાશના શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સ્પેસ વોક દરમિયાન તેઓ અવકાશયાન સાથે કનેકટેડ હોય છે.. જાે તેમને તેમના અવકાશયાનથી દૂર જવાની જરૂર પડે તો રોબોટિક આર્મનો ઉપયોગ કરે છે. સ્પેસ વોકનો મુખ્ય હેતુ અવકાશ સ્ટેશનની બહાર આવીને વિવિધ કાર્ય કરવાનું હોય છે જેમાં સમારકામ અને સાધનોનું પરીક્ષણ શામેલ છે.
અત્યાર સુધી સૌથી લાંબી સ્પેસ વોકનો રેકોર્ડ જેમ્સ વોસ અને સુસાન હેલ્મ્સના નામે છે. તેમણે ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ ૮ કલાક ૫૬ મિનિટ સુધી સ્પેસ વોક કરી હતી. વાત કરીએ આ વર્ષની તો ૧૬ જાન્યુઆરીએ નિક હેગ અને સુનિતા વિલિયમ્સે ૬ કલાકની સ્પેસ વોક કરી હતી. ગયા વર્ષે સૌથી લાંબી સ્પેસ વોક એલેક્સી ઓવચિનિન અને ઇવાન વેગ્નર દ્વારા કરવામાં આવી હતી જે ૭ કલાક ૧૭ મિનિટની હતી.