સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં મોમાઈ આશ્રમ આવેલું છે. ત્યાં છેલ્લા ૩૦ વર્ષથી આશ્રમના મહંત શ્રી શંભુગીરી બાપુ સામાજિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરે છે. જેના એક ભાગરૂપે ગાધકડા તથા આજુબાજુના ગામોની ૨૦૦ (અત્યારે ૨૫ અને એની પહેલા ૧૭૫) જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. આ કરિયાવર વિતરણ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીવનભાઈ વેકરીયા,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઇ ધોરાજીયા,જિલ્લા પંચાયત સભ્ય પુનાભાઈ ગજેરા, ભાજપ અગ્રણી જયસુખભાઈ સાવલિયા,સુખાભાઈ ઢગલ, રોહિતભાઈ ઢગલ, નાજાભાઈ ઢગલ, હસુભાઈ કપાસી, ફિરોજભાઈ અને મેહુલભાઈ વાઘેલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સહકાર આપવા બદલ આશ્રમના મહંત શ્રી શંભુગીરીબાપુએ દાતાઓ સાહિત સૌનો આભાર માન્યો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા