Gujarat

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે બે દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે 

હોમ, યજ્ઞ, લોક ડાયરો મહા પ્રસાદ સહિત નું આયોજન કરવામાં આવશે 
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે આગામી તા.6 અને 7 ના બે દિવસીય શ્રી ચામુંડા માતાજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  ચામુંડા માતાજી ના મંદિર ના લાભાર્થે તા 6/2/2025 ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામાંકીત કલાકારો દ્વારા સુરવાણી નું રસપાન કરાવશે તેમજ તા 7/2/2025 ના રોજ ચામુંડા માતાજી ના મંદિર ના પટાંગણ મા યજ્ઞ, હોમ, હવન, તેમજ માતાજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા
કરવામાં આવશે તેમજ  ઘંટીયા પ્રાચી ગામ સમસ્ત મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે તો આ પાવન પ્રસંગે  ચામુંડા માતાજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મા ધર્મ પ્રેમી જનતા ને આ અવસર તેમજ મહા પ્રસાદ નો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે
હાર્દિક કાનાબાર પ્રાચી