National

સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ કાર્યક્રમ હેઠળ દેશમાં ઉન્નત પોષણ સહાયને પ્રોત્સાહન

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, રોકાણ એ વિકાસનું ત્રીજું એન્જિન છે. જેમાં લોકોમાં રોકાણ, અર્થતંત્રમાં રોકાણ અને નવીનતામાં રોકાણનો સમાવેશ થાય છે.

લોકોમાં રોકાણ કરવાના ભાગરૂપે, કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૫-૨૬ માં સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ કાર્યક્રમ હેઠળ પોષક તત્વોના સમર્થન માટે ખર્ચના ધોરણોને વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં ૮ કરોડથી વધારે બાળકો, ૧ કરોડ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ તથા મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને પૂર્વોત્તર ક્ષેત્રની આશરે ૨૦ લાખ કિશોરીઓને પોષણક્ષમ સહાય પૂરી પાડે છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આગામી ૩ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપિત કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૦૦ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. બજેટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે આગામી વર્ષમાં મેડિકલ કોલેજાે અને હોસ્પિટલોમાં ૧૦,૦૦૦ વધારાની બેઠકો ઉમેરવામાં આવશે, જે આગામી ૫ વર્ષમાં ૭૫,૦૦૦ બેઠકો ઉમેરવાના લક્ષ્યાંક તરફ છે.

નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે, ભારતમાં મેડિકલ ટૂરિઝમ એન્ડ હીલને ક્ષમતા નિર્માણ અને વિઝાનાં સરળ ધારાધોરણોની સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પ્રોત્સાહન આપવામાં આવશે.

ઔષધિઓ/દવાઓની આયાત પર રાહત

ખાસ કરીને કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર ક્રોનિક રોગોથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી)માંથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત દવાઓની સૂચિમાં ૩૬ જીવનરક્ષક ઔષધિઓ અને દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરી છે.

નાણાં મંત્રીએ આ યાદીમાં ૬ જીવનરક્ષક દવાઓ ઉમેરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી ૫ ટકા લાગુ કરવામાં આવી હતી. આ છૂટ અને રાહત ઉપર્યુક્ત દવાઓનાં નિર્માતાઓ માટે જથ્થાબંદ ઔષધિયો પર પણ આ જ રીતે લાગુ થશે.

અંદાજપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સંચાલિત દર્દી સહાય કાર્યક્રમો હેઠળ ખાસ ઔષધિઓ અને દવાઓ જાે દર્દીઓને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય તો બીસીડીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. અંદાજપત્રમાં ૧૩ નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે વધુ ૩૭ દવાઓ ઉમેરવાની દરખાસ્ત છે.