રિલાયન્સ મહાકુંભમાં લાખો યાત્રાળુઓની સેવામાં સમર્પિત
પ્રયાગરાજ, 1 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે.
સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ યાત્રી સેવા’ શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા તેમજ તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટેની એક વ્યાપક પહેલ છે.
પોતાની ‘વી કેર’ ફિલસૂફી દ્વારા માર્ગદર્શન પામીને રિલાયન્સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
“એવું કહેવાય છે કે જ્યારે આપણે તીર્થયાત્રીઓની સેવા કરીએ છીએ ત્યારે આપણને પણ આશીર્વાદ મળે છે. આધ્યાત્મિક યાત્રા પર ગયેલા યાત્રીઓ માટે અમારી સેવાઓ, સહસ્ત્રાબ્દીમાં એક વખત આવતા આ પ્રસંગમાં અહીં આવનારા લોકોમાંથી સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવાનો હેતુ ધરાવે છે, ” તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું. “અમે અમારી ‘વી કેર’ ફિલસૂફીમાં માનીએ છીએ. વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે.”
યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવાના આઠ પ્રયાસોઃ
1. આત્માની તૃપ્તિ (અન્ન સેવા): વ્યક્તિની દૈનિક જરૂરિયાતના ભાગરૂપે રિલાયન્સ તેના અન્ના સેવા કાર્યક્રમ દ્વારા દરરોજ હજારો યાત્રાળુઓને ગરમ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. રિલાયન્સના સ્વયંસેવકો વિવિધ અખાડાઓમાં મફત ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહ્યું છે. ‘વી કેર’ ભાવનાને જાળવી રાખીને, તેઓ શક્ય બને એ રીતે દરેક તીર્થયાત્રીઓને સક્રિયપણે મદદ કરી રહ્યા છે.
2. સ્વાસ્થ્ય સંભાળની સર્વગ્રાહી સુવિધાઃ યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરવી સર્વોપરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન 24×7 તબીબી સંભાળ પૂરી પાડે છે જેમાં પુરૂષો અને મહિલાઓના વોર્ડ, ઓપીડી અને ડેન્ટલ સેવાઓ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. મહિલા યાત્રાળુઓની અનન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખીને રિલાયન્સ મફત સેનિટરી નેપકિનનું પણ વિતરણ કરી રહ્યું છે.
3. યાત્રાને સુવિધાજનક બનાવવીઃ વૃદ્ધો અને મર્યાદિત ગતિશીલતા ધરાવતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ધ્યાને રાખીને રિલાયન્સે કુંભ મેળાના મેદાનમાં અનુકૂળ પરિવહન માટે ઇલેક્ટ્રિક વાહનો અને ગોલ્ફ કાર્ટ પૂરા પાડ્યા છે.
આ ઉપરાંત, પ્રયાગરાજથી સંગમ સુધી સમર્પિત વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે તમામ તીર્થયાત્રીઓને આવન જાવનની આસાન સુવિધા પૂરી પાડે છે.
4. પવિત્ર જળમાં પણ સુરક્ષાનો બંદોબસ્તઃ પવિત્ર જળમાં ડૂબકી લગાવવા જતા યાત્રાળુઓની તેમજ બોટમેન અને જલ પોલીસની સલામતી સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પવિત્ર નદીમાં ચાલતી હોડીઓમાં લાઇફ જેકેટ્સ પૂરા પાડે છે અને સલામતીનાં પગલાંને મજબૂત બનાવે છે.
5. આરામદાયક રેસ્ટ ઝોનઃ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) કેમ્પા આશ્રમોની સ્થાપના કરી છે – યાત્રાળુઓને તેમની મુસાફરી દરમિયાન સુવિધાજનક અને આરામદાયક જગ્યા પૂરી પાડવા માટે આરામ કક્ષ તૈયાર કરાયા છે.
6. સ્પષ્ટ દિશાસૂચનઃ તીર્થયાત્રીઓને કુંભના સ્થળના વિશાળ વિસ્તારમાં વિહરવામાં સરળતા રહે તે માટે સમગ્ર કુંભ મેળાના મેદાનમાં સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવા સંકેતો સાથે દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે.
7. વધુ બહેતર કનેક્ટિવિટીઃ જિયોએ પ્રયાગરાજમાં નવા 4G અને 5G બીટીએસ ઇન્સ્ટોલ કરીને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને અને મહત્વપૂર્ણ સ્થાનો પર ટ્રાન્સપોર્ટેબલ ટાવર અને નાના સેલ સોલ્યુશન્સ ગોઠવીને નોંધપાત્ર રીતે કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે. બધા માટે સીમલેસ કમ્યુનિકેશન સુનિશ્ચિત કરવા માટે મુખ્ય વિસ્તારોમાં નવા ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યા છે.
8. સુરક્ષાકર્મીઓ માટે સહાયઃ પોલીસની અમૂલ્ય સેવાને ધ્યાને રાખીને રિલાયન્સ પોલીસ બૂથ્સમાં પર પાણી પૂરું પાડે છે અને તમામ મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેરિકેડ્સ અને વૉચ ટાવર સાથેના તેમના પ્રયાસોમાં પણ મદદ પૂરી પાડે છે.
રિલાયન્સ શારદા પીઠ મઠ ટ્રસ્ટ દ્વારકા, શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાલય ફાઉન્ડેશન, નિરંજની અખાડા, પ્રભુ પ્રેમી સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરમાર્થ નિકેતન આશ્રમ સહિતની પ્રસિદ્ધ આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સહયોગ કરી રહ્યું છે, જેથી આ સંસ્થાઓની સેવાઓની પહોંચને મહત્તમ કરી શકાય અને યાત્રાળુઓના વિશાળ વર્ગ સુધી પહોંચી શકાય.
લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં એકત્ર થતાં હોવાથી રિલાયન્સ મહાકુંભ 2025ના સમગ્ર સમયગાળા દરમિયાન સમુદાયની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘તીર્થ યાત્રી સેવા’ દ્વારા રિલાયન્સ એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે યાત્રાળુઓની યાત્રા સુરક્ષિત, આરામદાયક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને.