કરોડોની લૂંટમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગને પકડવામાં ઓરિસ્સાની કાલાહાંડી પોલીસને સફળતા મળી છે, જેમાં આઠ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમ કબ્જામાંથી ૩.૫૧ કરોડ રૂપિયાની રોકડ, હથિયારો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલા બધા ગુનેગારો ઝારખંડના છે.
અગાઉ, ૩૦ જાન્યુઆરીના રોજ ધર્મગઢ વિસ્તારમાં એક સ્થાનિક દેશી દારૂના એકમમાંથી અજાણ્યા બદમાશોએ રોકડ લૂંટી લીધી હતી. રાત્રે, ઘાતક હથિયારોથી સજ્જ આશરે આઠ લૂંટારુઓ પરિસરમાં ઘૂસી ગયા હતા અને સ્ટાફને હથિયારોથી ધમકાવીને ગુનો કર્યો હતો.
જેના પછી પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદોએ ઝારખંડ નોંધણી નંબર ધરાવતી એસયુવી ગાડીમાં ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને શરૂઆતમાં બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ઓળખ રાંચીના તાહિર અંસારી, હુસૈન ખાન, જસીમ ખાન, શમીમ અંસારી, બાસુદેવ ગોપે, પિન્ટુ ઉર્ફે અલીમ, અનુજ કુમાર અને સમીમ અંસારી તરીકે થઈ છે.
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ઓડિશા અને ઝારખંડના ૧૧ જિલ્લાઓની પોલીસ ટીમો દ્વારા શકમંદોને શોધવા માટે સહયોગ કર્યો. કાલાહાંડી ઉપરાંત, બાલાંગીર, બારગઢ, સંબલપુર, ઝારસુગુડા, સુંદરગઢ, રૌરકેલા, ગુમલા, રાંચી ગ્રામીણ, લોહાર ડાગા, પશ્ચિમ સિંઘભુમ અને સિમડેગા જિલ્લામાં પોલીસની ટીમો ઓપરેશનમાં સામેલ હતી.