આખા ગુજરાત રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકામાં હાલ નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ રેસમાં પોતાની જીતનો ડંકો વગાડી દીધો હોય તેવા સમાચાર આવ્યા છે, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે ૮ બેઠક બિનહરીફ જીતી છે.
દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં ૪ માં તમામ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નં ૩ માં ૩ સભ્યો બિનહરીફ અને વોર્ડ ન ૭ માં ૧ સભ્ય બિનહરીફ જાહેર કરાયા છે. આમ, ભાજપ માટે નગરપાલિકામાં ફરી સત્તા પર આવવાનો માર્ગ અત્યારથી જ સાફ થઈ ગયો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
દ્વારકામાં ભાજપનાં ૮ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં પક્ષમાં જશ્નનો માહોલ જાેવા મળી રહ્યો છે.