Gujarat

રાણપુરની હેત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સિદ્ધિ, શાળાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા

રાણપુરની હેત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સિદ્ધિ,
શાળાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી.ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા સ્ટેમ ક્વીઝ ૩.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા કક્ષાએ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ દ્વારા આયોજન થયું હતું જેમાં સમગ્ર બોટાદ જીલ્લામાંથી ૧૬,૦૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે અંતર્ગત તાલુકા દીઠ ૧૦ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પહોચ્યા હતા જેમાં રાણપુરની હેત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા માટે પસદગી પામી રીજીઓનલ સાયન્સ સેન્ટર,ભાવનગર ખાતે ભાગ લીધો હતો.રાજ્ય કક્ષાએ બોટાદ જીલ્લામાંથી કુલ ૪૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાંથી ૧૬ વિદ્યાર્થીઓની પસદગી નેશનલ કક્ષાએ થઈ હતી જેમાં આ શાળાના ૦૩ વિદ્યાર્થીઓ સાબળીયા કિશન ઘનશ્યામભાઈ (ધારપીપળા) ,રાઠોડ જયરાજ મનુભાઈ(કેરીયા) , લીંબડીયા પ્રતાપ લીંબાભાઇ(કેરીયા) એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સીટી,અમદાવાદ ખાતે ૦૧,ફેબ્રુઆરી,૨૦૨૫ ના રોજ ભાગ લીધો હતો જે બદલ શાળાના આચાર્ય શ્રી કોઠારિયા મોઝમીનબેન તથા સમગ્ર શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવે છે તેમજ ગુજકોસ્ટ-ગાંધીનગર તથા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ નો આભાર વ્યક્ત કરે છે..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250203-WA0029-2.jpg IMG-20250203-WA0030-1.jpg IMG-20250203-WA0032-0.jpg