Gujarat

સાયણ નગર સ્થિત  ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં માધ્યમિક વિભાગનાં અંગ્રેજી વિષયનાં સિનિયર શિક્ષક જશવંતભાઈ પટેલનાં હસ્તે વિધિવત ધ્વજવંદન કરવામાં આપ્યું હતું.
આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટીમંડળ, શિક્ષકગણ, વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓએ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંતમાં આભારવિધિ શાળાનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષક જિજ્ઞેશભાઇ આઈ. પટેલે આટોપી હતી.