Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં ઝળહળતો દેખાવ 

તાજેતરમાં નેશનલ હાઈવે વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી પોતાની શાળા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
 
અત્રે જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત યોજાયેલ તબલાવાદનમાં અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી સ્વયં મનિષભાઈ સોલંકીએ તૃતિય ક્રમ, દોહા-છંદ-ચોપાઈમાં હર્ષિલ હિતેશભાઈ વરીયાએ પ્રથમ ક્રમ, લોકવાર્તામાં ખુશી મુન્નાભાઈ વર્માએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે રાસ સ્પર્ધાઓમાં સાયણ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ તૃતિય ક્રમ હાંસલ કર્યો હતો.
આ તમામ વિદ્યાર્થીઓને બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત બીઆરસી પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.