Gujarat

સાવરકુંડલાના શિલ્પી પૂ.લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિએ યોજાયેલ પ્રાર્થનાસભા

તા. ૩૦ જાન્યુ ૨૦૨૫ના  રોજ શ્રી કુંડલા ગ્રામ સેવા મંડળ તથા શ્રી લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા ડો.રાજેન્દ્ર ખીમાણી કુલપતિશ્રી લોકભારતી સણોસરા અને ડો. વિશાલ ભાદાણી ઉપ કુલપતિશ્રી લોકભારતી સણોસરાની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરેલ.
પ્રાર્થનાસભાની શરૂઆત સમૂહ પ્રાર્થના અને ભજનથી કરવામાં આવી જે.વી. મોદી હાઇસ્કુલના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને સાથે શ્રી મહિલા અધ્યાપન મંદિરની બહેનો ચોહાણ પૂજા , રાઠોડ પ્રિયંકા , પરમાર ધર્મિષ્ઠા, વાઘેલા ઊર્મિલા , માંડવીયા કિંજલ , પંડિયા માનસી અને વાદ્ય વૃંદમાં ચોહાણ પાર્થ અને વેગડ કુલદીપ જોડાયેલા
બિપીન પાંધી સાવરકુંડલા