Gujarat

માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ આયોજિત 25મોં સમુહલગ્નોત્સવ ઘામઘુમથી યોજાયો…

સાત યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા.. 
માંગરોળ માર્કેટિંગ યાર્ડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ તથા સમુહ લગ્ન સમિતી દ્વારા આયોજિત 25માં સમૂહ લગ્ન મહોત્સવમાં સાત નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો યુવાનો સહીત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.
માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ તથા સમુહ લગ્ન સમિતીના પ્રમુખ સહીત તેમની ટીમ દ્વારા સમાજના તમામ આગેવાનોના સાથ સહકાર થી આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ