Gujarat

શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ 

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત  ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શાકોત્સવ તારીખ ૪- ૨- ૨૫ મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા આ ભૂમિ ઉપર સૌપ્રથમવાર રીંગણાનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો.
એ સ્મૃતિની યાદ સહ પૂજ્ય પાદ ગુરૂજીએ શ્રીલોયાધામના ચરિત્ર તથા શ્રીઠાકોરજી મહારાજના પ્રતાપની વાતો કરી હતી. લગભગ ૯,૦૦૦ જેટલા ધર્મપ્રેમી ભક્તજનો શાકોત્સવનો પ્રસાદ પ્રાપ્ત કરી લાભાંવિત તથા ભાવાન્વિત બન્યા હતા . પૂજ્યપાદ ગુરુજીએ કથા દરમ્યાન જણાવ્યું હતુ કે, ” લોયાધામની ભૂમિ સેવા, સમર્પણ અને ભક્તિની ભૂમિ છે.
સુરાબાપુ અને શાતાંબાના પ્રેમને વશ થઈ ભગવાન શ્રીહરિ અહીં પધાર્યા હતા અને શાકોત્સવ કર્યો હતો. તથા આદિગુરુદેવ શ્રીમુક્તાનંદ સ્વામીએ આખા ગામમાં સત્સંગ કરાવ્યો હતો”.તેમને જણાવ્યું હતું કે, અત્યારે શ્રીલોયાધામ મંદિર દ્વારા થતી ગરીબોને ધાબળા વિતરણ, સદાવ્રત જેવી સામાજીક માનવીય પ્રવૃત્તિ તથા  જીવનના આધ્યાત્મિક મૂલ્યો વધે તેવી સત્સંગ પ્રવૃત્તિનું કાર્ય થઈ રહ્યું છે.તે ખૂબ જ સરાહનીય છે.આ પ્રસંગે શ્રીરાજુભાઈ મકવાણા – RMP બેરીંગ, શ્રીરમેશભાઈ ચૌધરી – મામલતદાર સાયલા
શ્રીધીરૂભાઈ કાનેટીયા – મારૂતિ કોટેક્ષ – ભદ્રાવડી શ્રીભયલુભાઈ અમીન તથા અનેક રાજદ્વારીઓ  ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર