આકસ્મિક મુલાકાત લેતા સ્ટાફમાં દોડાદોડ — કલેકટરે જરૂરી સૂચનો કર્યા.
છોટાઉદેપુર જિલ્લા કલેકટર તરીકે 3 દિવસ પહેલાજ ગાર્ગી જૈન ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નવ નિયુક્ત કલેકટર છોટાઉદેપુર માં વિવિધ જગ્યાઓ ઉપરની જાણકારી મેળવી રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. સાથે તંત્રને જરૂરી સુચના આપી રહ્યાં છે. ગત રોજ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG-20250205-WA0091.jpg)
છોટાઉદેપુર જિલ્લાની એક માત્ર જનરલ હોસ્પિટલ ખાતે ગત રોજ જીલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની જાણકારી મેળવી હોસ્પિટલના મેનેજમેન્ટ બાબતે જાણકારી મેળવી હતી.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG-20250205-WA0090.jpg)
નવનિયુક્ત કલેકટર આકસ્મિક જનરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા સ્ટાફ માં દોડાદોડ જોવા મળી હતી. જ્યારે કલેકટર હોસ્પિટલમાં આકસ્મિક વિઝીટ કરી હોય અને સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર