તારીખ ૫-૨-૨૫ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન થયું, જેમાં વકૃત્વ સ્પર્ધા ,સામાન્ય જ્ઞાન ,વ્યક્તિત્વ મૂલ્યાંકન, અને ઇન્ટરવ્યુના આધારે સ્પર્ધકો નું મૂલ્યાંકન કરવામાં આવ્યું .
પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ દ્વારા નિર્ણાયકોનો પરિચય આપવામાં આવ્યો તથા સ્વાગત કરવામાં આવ્યું. સભા સંચાલન નિમાવત કૃપાએ કર્યું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા, પ્રા.ડો.રુક્સનાબેન કુરેશી તથા પ્રા .ડો .હરિતાબેન જોષીએ ભૂમિકા ભજવી. કાર્યક્રમના આયોજક તરીકે પ્રા. છાયાબેન પી .શાહ તથા સહાયક તરીકે ડો. જાગૃતીબેન રાઠોડે ભૂમિકા ભજવી .
સ્પર્ધામાં વાઘેલા હેતલ પ્રથમ, ચૌહાણ આસિયા બીજા તથા દાફડા ધર્મિષ્ઠા ત્રીજા ક્રમે રહ્યા .પૂર્વ બેસ્ટ પર્સનાલિટી નિમાવત કૃપાએ સ્પર્ધામાં પ્રથમ આવનાર વાઘેલા હેતલને તાજ પહેરાવી, તેનું સન્માન કર્યું .
કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સહકાર મળ્યો.
બિપીન પાંધી સાવરકુંડલા