Gujarat

રાજકોટ ટ્રાફિક/RTO દ્વારા વાહનોમાં LED લાઈટ નું ચેકિંગ અકસ્માત થતો અટકાવવા.

રાજકોટ ટ્રાફિક/RTO દ્વારા વાહનોમાં LED લાઈટ નું ચેકિંગ અકસ્માત થતો અટકાવવા.

રાજકોટ શહેર તા.૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ LED બલ્બ લાઇટ લગાવવાના કારણે રાત્રી દરમિયાન સામ-સામે આવતા વાહનોના ડ્રાઇવરો અંજાઇ જતા જીવલેણ માર્ગ અકસ્માત બનતા હોય છે જેથી શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર આવા પ્રકારના બનતાં જીવલેણ માર્ગ અકસ્માતમા ઘટાડો લાવવા સારૂ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવેલ અતિ તિવ્રતાવાળી હેડ લાઇટ (White Light) વાળા વાહન ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તાર અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર RTO વિભાગ સાથે સંયુક્ત ડ્રાઇવનું આયોજન કરી, કુલ-૫૧ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ સદરહુ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવનાર છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250206-WA0030.jpg