એસવીએનઆઇટીનો બર્થ ડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સેકેન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટ બોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે.
માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે, આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઇટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે, જેને બંધ કરાવી હોવાનું કહે છે.

