સુરતના જહાંગીપુરા પોલીસ મથકની હદમાંથી બિલ્ડર ભરત ભગવાન પટેલ (કળથિયા)ને રૂ. 5.27 લાખના M.D. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી બહાર લાવવા માટે પુષ્ટિની તપાસ શરૂ કરી છે.
સરકારી પક્ષે એપીપી કેતન ગામીતે દલીલ કરી હતી કે, આરોપી મુંબઇના ‘મહારાજ’ નામના શખસ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો દાવો કરે છે પરંતુ, તે શખ્સનું સાચું નામ અને સરનામું આપતા ગોળા ફેરવી રહ્યો છે, જેના કારણે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી.પોલીસને આરોપીના મોબાઇલમાં અનેક શંકાસ્પદ નંબર મળ્યા છે, જેમાં કેટલાક નંબર સેવ કરવામાં આવ્યા નથી, જ્યારે કેટલાક સાંકેતિક ભાષામાં નોંધાયા છે, જેમ કે ‘007’.
આરોપી વિદેશી કનેક્શન ધરાવે છે? પોલીસે પાસપોર્ટની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરોપી બેંકોક અને રશિયાની યાત્રાઓ કરી ચુક્યો છે. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી વિદેશથી ડ્રગ્સ લાવતો હતો કે પછી અહીંથી અન્ય દેશોમાં મોકલતો હતો.

