વરિયાવ વિસ્તારમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી ગટરમાં પડી જતાં કેદારનું મોત નીપજ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ સમાજમાં તો આક્રોશ છે પરંતુ હવે આ મુદ્દે NSUI દ્વારા વરિયાવ ખાતે અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મેયરનું પૂતળું ગટરમાં નાખવાનો પ્રયાસ બે વર્ષના માસૂમ કેદાર વહીવટી તંત્રની બેદરકારીને કારણે મોતને ભેડ્યો છે. ગટરનું ઢાાંકણું ખુલ્લું હોવાને કારણે કેદાર અંદર પડ્યો અને જીવ ગુમાવી બેઠો. વહીવટી તંત્ર ઉપર અને શાસકો ઉપર ચારે તરફથી ફિટકાર દર્શાવવામાં આવી રહી છે. જોકે, હવે આ મુદ્દે રાજકીય વિરોધ પણ વધુ તેજ થઈ ગયો છે.
ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વરિયાવ વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો આજે NSUI દ્વારા વરિયાવ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેદાર જે ગટરમાં પડ્યો હતો ત્યાં NSUI દ્વારા મેયરનું પૂતળું બનાવી ઢાંકણામાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રજાએ આવા શાસકોને જાકારો આપવો જોઇએ NISUIના સુરત શહેરના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે જે ગટરમાં બાળક પડ્યું હતું તે જ ગટરની અંદર અમે સુરત શહેરના મેયરનું પૂતળું બનાવીને નાખવાનો પ્રયાસ કર્યો હતો.
આવા નિષ્ઠુર શાસકોને પ્રજાએ જાકારો આપી દેવો જોઈએ. મેયર ક્રિકેટ રમવામાં અને ડેપ્યુટી મેયર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા. શાસકો પોલીસના આગળ ધરી દે છે અને અમારી અટકાયત કરી લે છે.

