National

રામ જન્મભૂમિ મંદિરના પાયાની પહેલી ‘રામ શિલા’ મૂકનાર કામેશ્વર ચૌપાલનું નિધન

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ સ્ન્ઝ્ર સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તમને જણાવી દઈએ કે કામેશ્વર ચૌપાલે રામ મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જાે આપ્યો હતો.

૯ નવેમ્બર ૧૯૮૯ ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના પાયાની પહેલી ‘રામ શિલા’ કામેશ્વર ચૌપાલ દ્વારા મૂકવામાં આવી હતી. તે સમયે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ ના સ્વયંસેવક હતા.

વર્ષ ૧૯૯૧ માં કામેશ્વર ચૌપાલે વિશ્વ હિન્દુ પરિષદ છોડીને ભાજપના સભ્ય બન્યા. પાર્ટીએ તેમને સંસદીય ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા, જેમાં તેઓ હારી ગયા. ૨૦૧૪ માં બીજી વખત ચૂંટણી હારી ગયા. જાેકે, તેઓ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી બે વાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. કામેશ્વર ચૌપાલ  ૧૯૮૨ માં વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્ય બન્યા. ૧૯૮૯માં તેમને ગયા ખાતે મુખ્ય મથક સાથે રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા. ત્યાંથી તેઓ રામ મંદિર માટે ‘રામ શિલા’ લઈને અયોધ્યા ગયા. રામ મંદિરના નિર્માણ માટે દરેક ગામમાં ઇંટો અને દક્ષિણા તરીકે રૂ. ૧.૨૫ નું દાન આપવામાં આવ્યું હતું.