Delhi

દેશમાં કોરોના બાદ હવે ઓમિક્રોનથી ખતરો ઃ સરકાર ચિંતિત

નવી દિલ્હી
દેશમાં છેલ્લા પાંચ-છ દિવસમાં નવા ઓમિક્રોન વેરિઅન્ટના ૨૦થી વધુ કેસ આવ્યા છે. લોકોએ સજાગ રહીને માાસ્ક પહેરવાની જરૂર છે. જાહેર સ્થળોએ ભીડભાડ ઊભી ન કરવા તકેદારી રાખવાની છે. તમામ સ્થળે અને તમામ તબક્કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર છે. વિદેશથી આવતા પ્રવાસીઓની સાથે ઓમિક્રોન સંક્રમિત કેસની સંખ્યા વધે નહીં તે માટે દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.ઓમિક્રોનના ખતરાનો સાથે મળીને સામનો કરવાને બદલે આવું હીન રાજકારણ રમવાથી વિપક્ષોએ દૂર રહેવું જાેઈએ. સહયોગ અને સહકાર એ સમયનો તકાદો છે ત્યારે કોરોના સામેની લડાઈ પણ સાથે મળીને લડવામાં શાણપણ છે. છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસ સતત રૂપ બદલી રહ્યો છે. આખી દુનિયા પર હવે તેનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ખતરો સર્જાયો છે. ૨૦૨૧માં ડેલ્ટા વેરિઅન્ટે મચાવેલા હાહાકારમાંથી ભારત સહિત કેટલાક દેશો માંડ બહાર આવી રહ્યા હતા ત્યારે સાઉથ આફ્રિકામાંથી ફૂટી નીકળેલા ઓમિક્રોન વેરિઅન્ટે તરખાટ મચાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં ઝડપથી સંક્રમણ ફેલાવતા ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રવેશ થઈ ચૂક્યો છે. કોરોનાની બીજી લહેરમાં ભારતમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા હતા. હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ હતી. વધુમાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના ખપ્પરમાં હજારો લોકો હોમાઈ ગયા હતા. ભારત સરકાર દ્વારા વહેલી તકે તકેદારીના પગલાં લેવામાં આવતા સંક્રમણને વધતું રોકી શકાયું હતું અને મૃત્યુઆંક નિયંત્રિત રાખી શકાયો હતો. હવે ઓમિક્રોનનો ભારતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે તેનો મક્કમતાથી સામનો કરવા સરકારે તમામ તૈયારીઓ કરી છે. હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા છે. ૈંઝ્રેંમાં પણ બેડ વધારવામાં આવ્યા છે. ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરીને ઓક્સિજનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. કોરોનાને અંકુશમાં રાખતી તમામ પ્રકારની દવાઓનો સ્ટોક તૈયાર રખાયો છે. સરકાર તમામ પ્રકારની સુવિધા આપવા સજ્જ છે પણ લોકોએ સમજદારી દાખવીને કોરોનાના નિયમોનું પાલન કરવા સરકારને સહકાર આપવાનો છે. શકમંદ કેસોને આઇસોલેટ કરીને હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વધારવામાં આવ્યા છે. સરકાર લોકોની સુરક્ષા માટે સજ્જ છે ત્યારે કોરોના મુદ્દે ડર્ટી પોલિટિક્સ રમાઈ રહ્યું છે. વિપક્ષો દ્વારા સાથ સહકાર આપવાને બદલે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરીને દોષનો ટોપલો સરકાર પર ઢોળવાની કોશિશ કરાઈ રહી છે. ગયા શુક્રવારે સંસદમાં કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સિજનની અછતને મુદ્દે ગંદું રાજકારણ રમવામાં આવ્યું. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી થયેલા મૃત્યુ પર સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *