National

દિલ્હીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયની સંબોધન; દિલહીવાસીઓનો ખાસ આભાર માણ્યો

પીએમ મોદીએ ‘યમુના મૈયા કી જય’ ના નારા સાથે ભાષણની શરૂઆત કરી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આજે અન્ના હજારેની આ દુર્ઘટનાથી લોકોને મુક્તિ મળી છે.

“ભારત માતા કી જય” અને “યમુના મૈયા કી જય”થી સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે દિલ્હીના લોકોએ ખુલ્લા દિલે પ્રેમ આપ્યો છે. તેમણે કહ્યું, “દિલ્હીના દરેક પરિવારે મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો છે, તે બદલ હું માથું નમાવું છું. અમે ઝડપથી વિકાસ કરીને દિલ્હીના લોકોનું ઋણ ચૂકવીશું.”

વડાપ્રધાને દિલ્હીને મિની હિન્દુસ્તાન ગણાવતા કહ્યું કે દિલ્હી વિવિધતાથી ભરેલા ભારતનું લઘુચિત્ર સંસ્કરણ છે. તેમણે ઉમેર્યું કે દરેક ભાષા અને રાજ્યના લોકોએ કમળનું બટન દબાવ્યું છે.
પૂર્વાંચલના સાંસદ તરીકે તેમણે ત્યાંના લોકોનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમે દિલ્હીને આધુનિક શહેર બનાવીશું. આ સાથે તેમણે મિલ્કીપુર-અયોધ્યામાં પણ મળેલી જીત બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, દેશ હવે તુષ્ટિકરણની નહીં પરંતુ સંતોષની રાજનીતિ પસંદ કરી રહ્યો છે. તેમણે દિલ્હીના લોકોને ખાતરી આપી કે ભાજપ દિલ્હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. “ભારત માતા કી જય” અને “યમુના મૈયા કી જય”થી સંબોધનની શરૂઆત કરતા તેમણે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે દરેક દિલ્હીવાસીને મોકલેલો પત્ર કાર્યકર્તાઓએ દરેક પરિવાર સુધી પહોંચાડ્યો હતો. “મોદીની ગેરંટી” પર વિશ્વાસ મૂકવા બદલ તેમણે દિલ્હીની જનતા સમક્ષ માથું નમાવ્યું હતું અને ઝડપી વિકાસ દ્વારા આ ઋણ ચૂકવવાની ખાતરી આપી હતી.

વડાપ્રધાને દિલ્હીને મિની હિન્દુસ્તાન ગણાવતા કહ્યું કે, “દિલ્હી વિવિધતાથી ભરેલા ભારતનું લઘુચિત્ર સંસ્કરણ છે. દરેક ભાષા અને રાજ્યના લોકોએ કમળનું બટન દબાવ્યું છે.” તેમણે પૂર્વાંચલના સાંસદ તરીકે ત્યાંના લોકોનો વિશેષ આભાર માન્યો હતો. વડાપ્રધાને અયોધ્યાના મિલ્કીપુરમાં મળેલી જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશ હવે તુષ્ટિકરણની નહીં પણ સંતોષની રાજનીતિ પસંદ કરી રહ્યો છે. દિલ્હીને આધુનિક શહેર બનાવવાની અને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.