Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમ યોજાયો

આગામી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદની સાથે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, છોટાઉદેપુર તાલુકા ભાજપ રસિકભાઈ રાઠવા,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર