હરરા જીમાં મુહુર્તમાં રૂા ૪૮૫૧/- પ્રતિમણના ભાવ બોલાયા..
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા જીરૂની આવક ઘજડી ગામના ખેડુત માઘવજીભાઇ શામજીભાઇ કોઠીયાએ મારૂતિ ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા જીરૂની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીના માર્ગદર્શનથી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી અને જીરૂ ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી જે.વી.માલાણી તેમજ સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના જીરૂ ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારીશ્રી શિવ એન્ટરપ્રાઇજ દ્વારા રૂા.૪૮૫૧/- ની ઉચી બોલી બોલીને જીરૂની ખરીદ કરેલ. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

