Gujarat

AMC કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ લીધો, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે પાંજરા ઉપર કાંટાળી વાડ કરાશે

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ આજે 10 ફેબ્રુઆરીના રોજ સોમવારે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો.

કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા.

જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પાંચ મિનિટ જ મુલાકાત કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સાથે મિટિંગ કરી હતી. તમામ અધિકારીઓની કામગીરી અંગે તેઓએ માહિતી મેળવી હતી.

શહેરમાં સ્વચ્છતા અને પ્રજાકીય કામો ઉપર વધારે ભાર આપવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. શહેરને સ્વચ્છતામાં એકથી પાંચ ક્રમાંકમાં લાવવા માટેના તમામ પ્રયાસો કરવા માટે સૂચના આપી હતી.