,નવી દિલ્હી
૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસી નિમિત્તે જેએનયુમાં વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની માંગ સાથે દેખાવો કર્યા હતા.વિદ્યાર્થીઓએ યોજેલા કાર્યક્રમમાં બેનરો દર્શાવવામાં આવ્યા હતા.જેમાં બાબરી મસ્જિદ ફરી બનાવવામાં આવે તેવુ લખેલુ હતુ અને સાથે સાથે હિન્દુત્વની હિંસા મુર્દાબાદના બેનરો પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમનો વિડિયો સામે આવ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા લાંબી લડાઈ લડવા માટે આહવાન કરતા દેખાઈ રહ્યા છે.જેએનયુના વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂન કહેતો સંભળાય છે કે, બાબરી મસ્જીદ ખોટી રીતે તોડી પાડવામાં આવી હતી અને એટલા માટે જ તેને ફરી બનાવવામાં આવે અને ન્યાય કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં ૨૦૧૯માં ચુકાદો આપીને અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.જેના પગલે નવુ રામ મંદિર બની પણ રહ્યુ છે.જાેકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જેએનયૂના વિદ્યાર્થીઓના એક જૂથને માન્ય હોય તેમ લાગતુ નથી.