Sports

આઈપીએલ ૨૦૨૫માં ૧૦ ટીમો વચ્ચે ૬૫ દિવસમાં ફાઇનલ સહિત કુલ ૭૪ મેચ રમાશે

૨૨ માર્ચથી આઈપીએલ ૨૦૨૫ નો થશે શુભારંભ

૨૨ માર્ચ ૨૦૨૫ ને શનિવારથી આઈપીએલ ૨૦૨૫નો પ્રારંભ થશે અને તે જ દિવસે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆર અને આરસીબી વચ્ચે પહેલી મેચ યોજાશે. આઈપીએલની અત્યાર સુધી ૧૭ મી સિઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે જાહેર થયેલો કાર્યક્રમ ૧૮મી સિઝનનો છે. ગત સિઝનમાં ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને વિજેતાનું ટાઈટલ જીત્યું હતું.

આઈપીએલ ૨૦૨૫માં ૧૦ ટીમો વચ્ચે ૬૫ દિવસમાં ફાઇનલ સહિત કુલ ૭૪ મેચ રમાશે. આ બધી મેચો ભારતના ૧૩ સ્થળોએ યોજાશે. બપોરના મેચો બપોરે ૩.૩૦ વાગ્યાથી રમાશે. જ્યારે સાંજના મેચો સાંજે ૭.૩૦વાગ્યે શરૂ થશે.