રાજકોટ ખોટુ ફેસબુક આઇ.ડી બનાવી “દિકરા નુ ધર વૃધ્ધાશ્રમ” લોકો પાસેથી દાન મેળવનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં રહેતા નાગરીકો કે જેઓ સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામાં આવેલ ફરીયાદની ઉંડાણ પુર્વક તપાસ કરી ઓનલાઈન છેતરપીંડી કરનારાઓને પકડવા માટેની સુચનાઓ આપેલ. જે અન્વયે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના I/C મદદનીશ પોલીસ કમિશનર સી.એમ.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ સતત પ્રયત્નશીલ હોય જે બાબતે ફરીયાદીએ અત્રેના પોલીસ સ્ટે. I.T.ACT ની કલમ-૬૬(સી) મુજબની ફરીયાદ તા.૪/૯/૨૦૨૪ ના રોજ કરેલ હતી. ગુન્હાની હકીકત એવી રીતે કે, આ કામના આરોપીએ ફેક(ખોટુ) ફેસબુક આઇ.ડી સુભાષ વૃધ્ધાશ્રમ ના નામે બનાવી જેની ફેસબુક clis-https://www.facebook.com/profile.php?id=61555789753829&mibextid=ZbWKwL ની છે. “દિકરા નુ ધર વૃધ્ધાશ્રમ” સંસ્થાના સેવાકાર્યના વિડીયો અપ્રમાણીકતાથી સોશીયલ મીડીયા માથી પુર્વ મંજુરી વગર મેળવી તે વિડીયોની ઉપર કયુ.આર કોડ રાખી લોકો ને દાન કરવા જણાવી ગુન્હો કરેલ. આ ગુનાના કામે ફેસબુક, ગુગલ તેમજ જી-મેઈલ, અલગ-અલગ મોબાઈલ નંબરોની તેમજ બેંક એકાઉન્ટની માહીતી મેળવવામા આવેલ. જેમા કામના આરોપીએ ફેક(ખોટુ) ફેસબુક આઇ.ડી સુભાષ વૃધ્ધાશ્રમનુ બનાવી તેમા દિકરા નુ ધર વૃધ્ધાશ્રમ” ના ઓફીશીયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટ માથી વિડીયો મેળવી વિડીયોની ઉપર કયુ.આર કોડ રાખી લોકો ને દાન કરવા જણાવી નાણા પોતાના બેંક એકાઉન્ટમાં મેળવેલ. આ કામના આરોપી હૈદર અલી S/O જીંદા રહે.જંઘેરી શામલી ઉત્તરપ્રદેશ-૨૪૭૭૭૪ મો.નં-૯૫૨૮૬૧૩૫૮૫ નાઓને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી (૧) હૈદર અલી S/O જીંદા રહે.જંઘેરી શામલી ઉત્તરપ્રદેશ-૨૪૭૭૭૪ મો.નં-૯૫૨૮૬૧૩૫૮૫ “જાહેર અપીલ” તમામ જાહેર જનતા/લોકોને જણાવવનું કે આ કામના આરોપી-હૈદર અલી S/O જીંદાએ ફેક(ખોટુ) ફેસબુક આઇ.ડી સુભાષ વૃધ્ધાશ્રમ ના નામે બનાવી જેની ફેસબુક લીંક-https://www.facebook.com/profile.php?id=61555789753829&mibextid=ZbWKwL ની છે. “દીકરા નુ ધર વૃધ્ધાશ્રમ” સંસ્થાના સેવાકાર્યના વિડીયો અપ્રમાણીકતાથી સોશીયલ મીડીયા માથી પુર્વ મંજુરી વગર મેળવી તે વિડીયોની ઉપર કયુ.આર કોડ રાખી લોકો ને દાન કરવા જણાવી કુલ રૂ.૮,૦૦,૦૦૦ થી વધુની રકમ પોતાના એકાઉન્ટમા મેળવેલ હોવાનું તપાસમા જણાઈ આવેલ છે. જાહેર જનતામાંથી કોઈએ પણ આ ફેસબુક પેજ પર મુકેલ કયુ.આર કોડમા પેમેન્ટ કરી દાન કરેલ હોય તો તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના કામે સાહેદી નોંધાવી શકે છે. આ ફેક ફેસબુક પેજના સ્ક્રીનશોટ નીચે મુજબ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.