રાજકોટ-જામનગર ખાતેથી ચોરી કરેલ તાંબા-પીતળના વાસણો સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એસ.એ.સીન્ધી તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વિક્રમા, ભાવેશભાઇ ગઢવી, મચુરદાન બાટી નાઓને સંયુકત રીતે તેમના ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે સફેદ કલરની માલવાહક વાહન નં.GJ-10-TX-0318 વાળીમા શંકાસ્પદ ચોરી કરેલ પીતળના વાસણોનો માલ-સામાન વહેચવા માટે બે ઇસમો નાનામવા મેઇન રોડ લક્ષ્મીનગરના નાલાથી લક્ષ્મીનગર તરફ જતા રોડ ઉપર ઉભેલ છે. હકિકત આધારે હકીકત વાળી જગ્યાએથી બે ઇસમોને માલવાહક વાહનમાં તાંબા પીતળના વાસણો સાથે પકડી પાડી તેઓ પાસે રહેલ વાસણોના બીલ કે આધાર બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેમજ વાસણોના કોઇ બીલ કે અન્ય કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહિ. જેથી ઇસમો પાસેથી મળી આવેલ તાંબા પીતળના વાસણો પોતે છળ-કપટ કે ચોરી કરી મેળવેલ હોવાનુ વ્યાજબી શંકા જણાય આવતા બંને ઇસમોની યુકતી-પ્રયુકતીથી પુછપરછ કરતા તેઓ પાસેથી મળી આવેલ તાંબા પીતળના વાસણો બંનેએ સાથે મળી ગઇ તા.૧૭/૨/૨૦૨૫ ના મોડી રાત્રીના 2:30 વાગ્યાની આસપાસ જામનગર શહેર લાખોટા તળાવની બાજુમા ચબુતરા પાસે આવેલ રહેણાંક મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા નીચે જણાવેલ તાંબા પીતળના વાસણો BNS ની કલમ-૧૦૬(૧), ૩૫(૧)(ઇ) મુજબ કબ્જે કરી બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) વીજય મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી ઉ.૨૧ રહે.કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે આશાપુરાનગર શેરીનં.૨ રાજકોટ મુળ રહે-માળીયા હાટીના દુધાળા રોડ મફતીયાપરા જી.જુનાગઢ (2) રાકેશભાઇ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી ઉ.૨૫ રહે.જેતપુર નદીના સામાકાંઠે રેલ્વે પુલ આશાપુરા ચોક જી.રાજકોટ. તાંબાના બેડાઓ નંગ-૪૮ કિ.૯૬,૦૦૦, કોથળામા પીતળની તપેલીઓ નંગ-૩૬ કિ.૧૮,૦૦૦, તાંબાની પાણીની બોટલો નંગ-૧૧૦ કિ.૪૪,૦૦૦ એક મહીન્દ્રા વાહન નં.GJ-10-TX-0318 કિ.૧,૦૦,૦૦૦ કુલ કિ.૨,૫૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.