Gujarat

પ્રાચી તીર્થ ખાતે દશનામ સાધુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઇ

પ્રાચી તીર્થ ખાતે સમસ્ત  દશનામ સાધુ સમાજ દ્વારા હર  વર્ષ ની જેમ આ વખતે પણ શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દશનામ સાધુ સમાજ ના તમામ વડીલો ભાઈઓ બહેનો યુવાનો બાળકો  સવાર થી જ શિવ આરાધનાં માં જોડાયા હતાં જેમાં સવારે શિવજી ની પૂજા અર્ચના બાદ સવારે 9 . વાગે વિશાળ સંખ્યા માં માધવરાયજી મંદિર થી શોભાયાત્રા નું પ્રસ્થાન કરી પ્રાચી તીર્થ ના મુખ્ય માર્ગો પર ફરી દશનામ સમાજ ભવન ખાતે પૂર્ણ કરવા માં આવી હતી જેમાં કાર્તિક ગોસ્વામી નામના બાળકે શિવ વેશ ધારણ કરી શિવ ભક્તો ને મંત્ર મુગ્ધ કર્યા હતા તેમજ બપોરે 1કલાકે દશનામ સમાજ દ્વારા સમૂહ મહા પ્રસાદ (ફરાર) નું આયોજન કરાયું હતુ આ પ્રસંગ ને સફળ બનાવવા સમસ્ત દશનામ સાધુ સમાજ તેમજ શિવ શક્તિ યુવક મંડળ પ્રાચી ના યુવાનોએ જહેમત ઊઠાવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી