મહાશિવરાત્રી પર્વનેં અનુલક્ષીને સાવરકુંડલાનાં નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ખાતે ઉજવણી દરમિયાન સાવરકુંડલાનાં કેજીએન મુસ્લિમ વીસ્તારના મુસ્લિમ બિરાદરોએ મહાશિવરાત્રી પર્વ દરમિયાન શરબત અને પાણીની વ્યવસ્થા કરી કોમી એકતા ભાઇચારાની મીસાલ સ્વરૂપ ખુબ સરસ કાર્ય કરેલ હતું

દેશમાં જ્યારે મહાશિવરાત્રી પર્વને લઇને જબ્બરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે શિવાલયોમાં મહા આરતી ભાંગ પ્રસાદ, પૂજા અર્ચના સહિતનાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલાનાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા અને ભાઇચારાની મીસાલ સ્વરૂપ કાર્ય કરેલ અને શરબત, પાણીનાં સ્ટોલ કરી એક સેવાકીય અને સુંદર કાર્ય કરેલ હતું

મુસ્લિમ સમાજના યુસુફભાઈ પેઈન્ટર,આરીફભાઇ નવાઝ ઓટો ગેરેજ,ગુલજારભાઇ રાઠોડ, ભીખાભાઈ ડોડીયા,રફીકભાઈ કુરેશી, મુન્નાભાઈ બેલીમ, સહિતનાં આગેવાનોએ સરાહનીય કાર્ય કરેલ હતું તેમ સમીર ખોખરે એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

