Gujarat

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આજરોજ શાળાનો વાર્ષિકોત્સવ-૨૦૨૫ તેમજ ધોરણ -૧૦ અને ધોરણ-૧૨નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણી તેમજ ટ્રસ્ટીગણ અને ગામના તમામ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી.વર્ષ દરમિયાન શાળામાં થયેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપી પરીક્ષાનો ડર દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
 
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ શિક્ષકમિત્રોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સ્કૂલના આચાર્ય  એમ.ડી.માલવિયાએ કર્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા