સુપ્રીમ કોટર્માં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાને લઈને ઝારખંડ હાઈકોટર્ના ર્નિણય સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈને ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહેવું ભલે ખોટું હોય, પરંતુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવો ગુનો નથી.
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચ ઝારખંડ હાઈકોટર્ના ર્નિણય સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી. આ કેસમાં, અપીલકર્તાને આરોપોમાંથી મુક્ત કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ચાસ સબડિવિઝન ઓફિસના ઉર્દૂ અનુવાદક અને કાયર્કારી કારકુન (માહિતી અધિકાર) દ્વારા હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી. આમ સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૮ (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શબ્દો બોલવા વગેરે) હેઠળ આરોપીને નિદોર્ષ જાહેર કર્યો હતો.
આ કેસમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે અરજીના સંદભર્માં માહિતી મેળવવા માટે અપીલકતાર્નાે સંપર્ક કરતો હતો, ત્યારે આરોપીએ તેના ધમર્નાે ઉલ્લેખ કરીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેની સામે ગુનાહિત બળનો ઉપયોગ કર્યો હતો. ઝારખંડ હાઈકોર્ટે આને ગુનો માન્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને મિયાં-તિયાં અને પાકિસ્તાની કહેવું ખરાબ હશે, પરંતુ તે તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ગુનાની શ્રેણીમાં આવતું નથી.
ઝારખંડ હાઈકોટર્ના આદેશને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અપીલકર્તા પર ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહીને માહિતી આપનારની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. નિઃશંકપણે, આરોપીએ આપેલા નિવેદન યોગ્ય નથી. જાેકે, આ માહિતી આપનારની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવું નથી.