લીલી સવારી કરો, સ્વચ્છ શ્વાસ લો, પ્રદૂષણ અને વ્યસનથી દૂર પેડલ ચલાવો આ થીમ હેઠળ વાય જંક્શનથી ડુમસ સુધી સાયક્લોથોન ઇકોપેડલ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડોની સંખ્યામાં સાયકલવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

સદર સાયક્લોથન પાછળનો હેતુ વ્યસન મુક્તિ અને સ્વસ્થ શરીર, વૃક્ષ વાવેતર અને સ્વસ્થ વાતાવરણ રાખવાનો હતો. જેમાં સુરતનાં કમિશનર, પોલીસ જવાનો સાથે ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલે પણ ભાગ લીધો. આ સાથે વલસાડથી અશ્વિન ટંડેલ તથા નવસારીથી ભાવેશ ટંડેલે પણ તેમની સાથે આ સાયક્લોથોનમાં ઉત્સાહભેર
જોડાઈને કાર્યક્રમની થીમનાં વાહક બન્યા હતાં.