Entertainment

હનુમાન ફેમ ડિરેક્ટર પ્રશાંત વર્મા ફિલ્મમાં પહેલીવાર નેગેટિવ રોલમાં દેખાશે

પેન-ઇન્ડિયા સ્ટાર પ્રભાસ હાલ તેની આગામી ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. સમાચાર આવી રહ્યા છે કે ‘બાહુબલી’ પ્રભાસ ‘હનુમાન’ ફેમ ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત વર્માની પૌરાણિક ડ્રામા ફિલ્મમાં બકાસુરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંત વર્મા દ્વારા ડિરેક્ટેડ પ્રભાસની ફિલ્મની સ્ટોરી બકાસુરની આસપાસ ફરે છે, તેથી ફિલ્મનું શીર્ષક ‘બકા’ હોઈ શકે છે. એવી ચર્ચા છે કે પ્રભાસ આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસે ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી.

આ ફિલ્મ હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. જેણે અગાઉ KGF ફ્રેન્ચાઇઝી અને સલાર જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે પ્રશાંત વર્મા દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ માટે લુક ટેસ્ટ આપી દીધો છે, પરંતુ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે. આ અંગે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ દિવસોમાં, પ્રભાસ તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાબ’ માટે સતત સમાચારમાં છે. આ ઉપરાંત, એક્ટર પાસે ‘કન્નપ્પા’, ‘ફૌજી’, ‘સ્પિરિટ’, ‘સલાર 2’ અને ‘કલ્કી 2’ જેવા મોટા પ્રોજેક્ટ્સ છે.

પ્રભાસ હાલમાં ડિરેક્ટર હનુ રાઘવપુડીની ફિલ્મ ‘ફૌજી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રભાસને પણ ઈજા થઈ હતી. આ કારણે એક્ટરની હોરર-કોમેડી રોમેન્ટિક ફિલ્મ ‘ધ રાજા સાબ’નું શૂટિંગ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. આ ફિલ્મના ત્રણ ગીતો હજુ સુધી શૂટ થયા નથી. આ ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મ અગાઉ નિર્ધારિત રિલીઝ તારીખથી આગળ વધી શકે છે.