મેંદરડા: મેંદરડા ખાતે ધુળેટીના તહેવારો પર પોષ્ટિક રૂકશ વીતરણ કરવામાં આવ્યું
લોક કલ્યાણ સમિતિ દ્વારા દાળિયા મમરા ધાણી ખજૂર વગેરે વિતરણ કરવામાં આવેલ
હાલ વસંત ઋતુ ચાલે છે. તેના અનુસંધાનને કફ રોગનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આપણા પુરાણ શાસ્ત્રો માં કફના પ્રકોપ ના સમન કરવા માટે દાળીયા,મમરા, ધાણી,ખજૂર જેવા અનેક પૌષ્ટિક રૂક્સ આહારનું સેવન કરવું ખુબ જરૂરી હોઈ છે તેના અનુસાંધાને આપણા તહેવારો માં આરોગ્ય લક્ષી આહાર લેવાનું કહેવામાં આવેછે ત્યારે હાલ ધુળેટી તહેવાર નજદીક આવી રહ્યો છે ત્યારે આપણે સર્વે લોકો એ રૂકશ ખોરાક પેટે દાળિયા ,ધાણી,મમરા, ખજુર વગેરે ખાઈને ઉતાસણી ઉજવતા હોઈએ છીયે
તે બાબતને લક્ષમાં લઈ શ્રી લોકકલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા મેંદરડા માં રેકડી ચલાવી ગુજરાન ચલાવતા દરેક રેકડી ચલાવતા મજદૂરો ને શ્રી લોકકલ્યાણ સમિતિ દ્વારા આવી કીટ અર્પણ કરવામાં આવેલ લોક કલિયાણ સમિતિ ના સેવાભાવી પ્રમુખ ડો બાલુભાઈ કોરાંટ સમીતી ના હોદેદાર સુરેશ ઠુમ્મર,નાગજી ગેવરીયા,અશ્વિન મહેતા,પ્રદીપ ભાખર,રવિ લક્કડ વગેરે કમીટી ના સભ્યો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે તમાંમ રેકડી ધારક મજુરો માં ખુબ જ હર્ષ અને આનંદ ની લાગણી છવાયેલ જોવાં મળે હતી
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા