Gujarat

સવા લાખથી વધુ ભાવિકોએ લીધો લાભ, 24 કલાક ભોજન અને આરામની વ્યવસ્થા

ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિશેષ સેવા કેમ્પનું આયોજન કર્યું છે. રિલાયન્સ ટાઉનશીપની સામે 6 માર્ચથી શરૂ થયેલા આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં ભોજન-પ્રસાદ, ચા-કોફી અને નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આરોગ્યની કાળજી માટે ડોક્ટર, દવાઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો માટે અલગ વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓની સુવિધા માટે ટોયલેટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ પણ ઉપલબ્ધ છે. રાત્રે યાત્રા કરતા ભાવિકોની સુરક્ષા માટે તેમના સામાન પર રિફ્લેક્ટર લગાવવામાં આવે છે.

છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નિયમિત યોજાતા આ કેમ્પમાં રિલાયન્સના કર્મચારીઓ ઉપરાંત આજુબાજુના ગામોના યુવાનો, વડીલો અને બહેનો 24 કલાક સેવા આપે છે. આ વર્ષે સવા લાખથી વધુ ભાવિક ભક્તજનોએ આ સેવા કેમ્પનો લાભ લીધો છે. સેવાભાવી કાર્યકરો દ્વારા યાત્રીઓની તીર્થયાત્રા સલામત રીતે પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.