વોશિંગ્ટન
એમેઝોન વેબ સર્વિસ અગાઉ એમેઝોન સીઇઓ એન્ડી જેસી દ્વારા ચલાવાતી હતી, જે જુલાઈમાં સ્થાપક જેફ બેઝોસના અનુયાયી બન્યા હતા. ક્લાઉડ સર્વિસ કામગીરી એમેઝોન માટે અત્યંત નફાકારક છે. તે ૧૫૨ અબજ ડોલરના ક્લાઉડ બજારનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, એમ સિનર્જી રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે. તે તેના હરીફ માઇક્રોસોફ્ટ અને ગૂગલના સંયુક્ત હિસ્સા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. એમેઝોન ક્લાઉડ કમ્પ્યુટિંગ નેટવર્કમાં મોટાપાયા પર આઉટેજના લીધે અમેરિકામાં પાંચ કલાક સુધી વિવિધ કંપનીઓની સેવા પ્રભાવિત થઈ હતી. આ બતાવે છે કે ઇન્ટરનેટ આધારિત એક જ કંપની કેન્દ્રિત કારોબારના લીધે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એમેઝોન વેબ સર્વિસની ઘટનાના લીધે પૂર્વ અમેરિકામાં મોટાપાયા પર અસર થઈ હતી. અમેરિકાની એરલાઇન્સ, રિઝવન્શન્સ, ઓટો ડીલરશિપથી લઈને પેમેન્ટ એપ્સ અને વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસિસની સાથે એમેઝોનની પોતાની મોટાપાયા પરની ઇ-કોમર્સની પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે. તેમાં એસોસિયેટેડ પ્રેસ (એપી)નો પણ સમાવેશ થઈ જાય છે, આ ગતિરોધના લીધે સમગ્ર દિવસના મોટાભાગ દરમિયાન તે કોઈ સમાચાર પ્રકાશિત કરી શક્યું ન હતું. આમ ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત કરવાની તેની ક્ષમતા એકદમ મર્યાદિત થઈ ગઈ હતી. એમેઝોને હજી સુધી શું ખોટું થયું છે તેના અંગે કશું જણાવ્યું નથી. વાસ્તવમાં કંપનીએ એડબલ્યુએસ ડેશ બોર્ડ અંગે ટેકનિકલ સમજૂતીઓને ટાળવા માટે મંગળવારથી તેનું કમ્યુનિકેશન્સ જ મર્યાદિત કરી નાખ્યું છે. કંપનીના પ્રવક્તા રિચાર્ડ રોચાએ જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે આઉટેજના લીધે એમેઝોનની પોતાની વેરહાઉસની અને ડિલિવરીની કામગીરી પર અસર થઈ છે. પણ કંપની આ બાબતનો ઉકેલ લાવવા માટે એકદમ ઉત્કટતાથી કામ કરી રહી છે. પાંચ કલાક સુધી કેટલીય કંપનીઓ અને સંગઠનોએ આ ઘટના અંગે રિપોર્ટિંગ કરવા માંડતા કંપનીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેના એડબલ્યુએસ સ્ટેટસ પેજ આઉટેજ માટે જવાબદાર મુશ્કેલી જણાવશે જેનું તેણે વર્ણન કર્યુ ન હતું. આના પગલે કેટલીક અસરગ્રસ્ત કંપનીઓએ કલાકો સુધી વધુને વધુ પ્રમાણમાં તેમની સિસ્ટમ તપાસતા રહેવું પડશે અને તેમની પોતાની સર્વિસ રિસ્ટાર્ટ કરવી પડશે.


